સુરતમાં ભારે વરસાદ વચ્ચે બાંધકામની બેદરકારી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભારે વરસાદ વચ્ચે બાંધકામની બેદરકારી
વેસુના ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગના પાર્કિંગનો મોટો ભાગ ધરાશાયી
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી

સુરતમાં ભારે વરસાદ વચ્ચે ફરી એકવાર બાંધકામની બેદરકારી સામે આવી હોય તેમ વેસુના વીઆઈપી રોડ પર આવેલી ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગના પાર્કિંગનો મોટો ભાગ ધરાશાયી થતા સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે.

સુરતના વેસુ વીઆઈપી રોડ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક ગંભીર ઘટના સામે આવી છે. ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગના પાર્કિંગનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. મળતી માહિતી મુજબ બિલ્ડિંગની બાજુમાં જ એક નવા પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું. ભારે વરસાદ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી તકેદારી ન રાખવામાં આવતા દિવાલ અને પાર્કિંગનો ભાગ તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ અલથાણ વિસ્તારમાં પણ આવી જ ઘટના બની હતી, છતાં આવી ઘટનાઓ અટકાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. લોકો હવે જવાબદાર સામે કડક કાર્યવાહી અને બાંધકામની સુરક્ષા વ્યવસ્થાની સઘન તપાસ કરવાની માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *