સુરતમાં ફરી તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો
અમરોલી વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ
રસ્તા પર પાણીના ફુવારા ઊડતા સેંકડો લીટર પાણી વેડફાઈ ગયુ

સુરતમાં ફરી તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હોય તેમ અમરોલી વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણીના ફુવારા ઊડતા સેંકડો લીટર પાણી વેડફાઈ ગયુ હતુ જેને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

સુરત મહાનગર પાલિકાની બેદરકારીના કારણે અમરોલી વિસ્તારમાં વર્ધમાન સોસાયટી નજીક પાણીની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા રસ્તા પર પાણીના ઊંચા ફુવારા ઊડ્યા હતા. જેના કારણે લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે આસપાસના વિસ્તારમાં અવરજવર પણ પ્રભાવિત થઈ છે અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકામાં અનેક વખત ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઈ અધિકારી કે મરામત ટીમ સ્થળ પર પહોંચી નથી. જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *