ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી
દર્દીના સંબંધીઓ સાથે માથાકૂટ થતા કાચ ફૂટ્યા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી (સર ટી.) હોસ્પિટલ ફરી એકવાર સિક્યુરિટી સ્ટાફના ગેરવર્તન અને દાદાગીરીને લઈને વિવાદમાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં આવેલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દી પાસે જવાના મુદ્દે ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સંબંધીઓ વચ્ચે ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી.

મળતી વિગતો અનુસાર, દર્દીની મુલાકાત લેવા અને જરૂરી કામ અર્થે સંબંધીઓ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સિક્યુરિટી સ્ટાફ દ્વારા સમજાવવાને બદલે ઉદ્ધત વર્તન કરી તેમને અટકાવવામાં આવતા મામલો બિચક્યો હતો. સિક્યુરિટીના અયોગ્ય વલણને કારણે સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. આ ઘર્ષણ દરમિયાન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના કાચ ફૂટી જતાં મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત, માથાકૂટની આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સર ટી. હોસ્પિટલમાં અવારનવાર સિક્યુરિટી ગાર્ડ દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે તોછડું વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. આજના બનાવથી હોસ્પિટલમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *