સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ રાષ્ટ્રીય નેતાઓની સભા
ભાજપના સ્ટાર પ્રચારક પુરૂષોત્તમ રૂપાલાએ ભાજપની સિદ્ધીઓ ગણાવી
મહિલાઓએ કોંગ્રેસના વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ માહોલ ગરમાયો છે ત્યારે સુરતમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારક પુરૂષોત્તમ રૂપાલાએ ભાજપ સરકારની સિદ્ધીઓ ગણાવી હતી.
સુરત મહાનગર પાલિકાની ચુંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરતમાં ભાજપના સ્ટાર પ્રચારકો પ્રચાર માટે ઉતરી આવ્યા છે. તો સુરતમાં પ્રચાર કરતા ભાજપ નેતા પુરસોત્તમ રૂપાલા એ નિવેદન આપતા કહ્યુ હતુ કે, મારી પાસે સમયનો અભાવ છે એટલે ઓછી વાત કરૂ છે. તો સાથે તેમણે સરકારની સિદ્ધીઓ ગણાવવાની શરૂ કરી હતી. રૂપાલાએ મતદાન કરી ભાજપના ઉમેદવારોને શહેરની જનતા ભવ્ય મતથી જીતાડે તેવી અપીલ છે. કાંટાની ટક્કરની વાતો છેલ્લા દસ પંદર વર્ષથી ચાલે છે. કાંટો ક્યાંય આવ્યો નથી, ભાજપનો પ્રચંડ વિજય નિશ્ચિત છે. જેની પાસે પોતાની પાર્ટીનો ઉપલબ્ધિ, યોજનાઓ વિશે વાત કરવાનો સમય ન હોય તે લોકો આવા મુદ્દા પર વાત કરે છે. અમે વિકાસની વાત લઈ લોકો પાસે મત માંગી રહ્યા છે. વિપક્ષે મહિલાઓનું આરક્ષણ બિલ પાસ ન થવા દીધું જે વાત વિપક્ષે મહિલાઓને જણાવવી જોઈએ. મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં આવવા માટેનો આ પ્રસ્તાવ હતો. જેની સત્યતા લોકોએ જાણવી જોઈએ. મહિલાઓએ તેના વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ તેમ કહ્યુ હતું.
