અમદાવાદમાં લેન ક્રેશમાં સુરતના એક પરિવારના ત્રણ સભ્યો સામેલ
પરિવારના સભ્યો સાથે બકરી ઈદ મનાવવા લંડન થી સુરત આવ્યા હતા
રામપુરા ખાતે મના રેસીડેન્સીમાં તેમનો પરિવાર રહેતો હતો
અકીલ નાનાબાવા તેના પિતાને મળવા માટે સુરત આવ્યા હતા
અમદાવાદ ખાતે લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ છે જેમાં સુરનતા રામપુરાનો નાનાબાવા પરિવાર પણ સામે હોય દુર્ઘટનાની જાણ થતા જ પરિવાર અમદાવાદ જવા રવાના થયો છે.
અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં સુરતમાં એક પરિવારના ત્રણ સભ્યો હોવાનું સામે આવ્યું છે. અકિલભાઈ નાનાબાવા લંડન રહેવાસી હતો અને પત્નિ હાના નાનાબાવા તથા પુત્રી સારા બકરી ઈદ મનાવવા લંડન થી ઈન્ડિયા આવ્યા હતાં. સુરતમાં રામપુરા ખાતે આવેલ મસ્જિદે ઈબ્રાહિમ સામે મના રેસીડેન્સીમાં તેમનો પરિવાર રહેતો હતો. અકીલ નાનાબાવા તેના પિતાને મળવા માટે સુરત આવ્યા હતાં. અકીલભાઈ અને તેના પરિવારના સભ્યો આ ફ્લાઈટમાં સવાર હતાં. ફ્લાઇટ ક્રેશ થયું હોવાની માહિતી મળતા અકીલભાઈના પરિવારના સભ્યો અમદાવાદ ખાતે રવાના થયા હતાં.