સુરતના પ્લેન ક્રેશમાં યુવકનું કરૂણ મોત
પુણાગામના યુવકે ગુમાવ્યો જીવ
મોડી રાત સુધી કરી હતી મિત્રો સાથે વાત
અમદાવાદ ખાતે એર ઈન્ડિયાનો પ્લેન ક્રેશ થયો તેમાં પુણાગામ ખાતે આવેલ પ્રમુખ છાયા સોસાયટીના રહેવાસી દામજી ગોંડલીયા પણ પ્લેનમાં હોવાનું સામે આવતા મિત્ર સર્કલમાં ઘેરો શોક જોવા મળ્યો છે.
ગુરૂવારે અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશમા સુરતના જયેશ દામજી ગોંડલીયા પ્લેનમાં સવાર હતાં. પુણાગામ પ્રમુખ છાયા સોસાયટી ના જયેશ દામી ગોંડલીયાના મિત્રો સાથે એ મીડિયા સાથે વાત કરી હતી. અને જણાવ્યુ હતું કે જયેશભાઈ સારા વ્યક્તિ હતા અને ખૂબ જ દયાળુ હતા. જયેશભાઈ પ્રાણી પ્રેમી હતા જેઓ દરરોજ શ્વાનો બિસ્કીટ આપતા હતા. તો વાતચીત દરમિયાન જયેશભાઈના મિત્રો ભાવુક થયા હતાં. અને જણાવ્યુ હતું કે અનેક એવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સ્કુલ ફી પણ જયેશભાઈ આપતા હતાં. હાલ ડીએનએ ટેસ્ટ કરી જયેશભાઈ ઓળખ પ્રક્રિયા તજવીજ હાથ ધરી છે.