અમદાવાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ મામલો
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ
પ્લેન ક્રેશમાં ભોગ બનનાર મૃતકોની આત્માને શાંતિ માટે અપાઈ શ્રદ્ધાંજલિ
અમદાવાદ ખાતે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ હોય જેમાં 300થી વધુ લોકો મૃત્યુ પામતા ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ હતી. જેમાં ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરો તથા સ્ટાફ અને પ્લેન જ્યાં પડ્યો તે હોસ્ટેલના ડોક્ટરો સહિત 300થી વધુ લોકોના આ વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયા છે. ત્યારે મૃતકોની આત્માને ભગવાન શાંતિ અર્પે તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે કિડની બિલ્ડીંગ પાસે નવી સિવિલ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ સહિત શહેરીજનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો આ સમયે ઉપસ્થિત તમામની આંખોમાં આસુ આવી ગયા હતાં