ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન
વિજયભાઈના નિધન પગલે ભાજપ કાર્યકર્તાઓએ દુઃખ વ્યક્ત કરતા લાગણીઓએ વ્યક્ત કરી
વિજય રૂપાણીના નિધન પર દિલીપ સંઘાણીએ વ્યક્ત કર્યું દુખ.
વિજયથી ક્યારે કોઈ વ્યક્તિને દુઃખ થયું નથી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. જે તારીખે તેમનું નિધન થયું તે 12-06-2025 છે. તારીખ અને મહિનો 12-06 થાય. 1206 એ વિજયભાઈનો ફેવરિટ નંબર હતો. તેમણે તેમની કાર, એક્ટિવાના વાહન નંબર 1206 જ રાખ્યા હતા. યોગાનુયોગ જુઓ કે, એ 12-06 તારીખે જ વિમાનમાં બેઠાને પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું. બીજો યોગાનુયોગ એ છે કે વિજયભાઈની જન્મ તારીખ 2 ઓગસ્ટ હતી. તેમનો સીટ નંબર પણ 2D હતો. અહીં પણ 2 ના અંકનો યોગાનુયોગ છે. વિજયભાઈના નિધન પગલે ભાજપ કાર્યકર્તાઓએ દુઃખ વ્યક્ત કરતા લાગણીઓએ વ્યક્ત કરી છે
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલ વિજયભાઈ રૂપાણીને 1206 નંબર પ્રિય હતો. તે કોઈપણ સારું કાર્ય કરવા માટે 12-06 તારીખ પસંદ કરતા. તેમના વાહનનો નંબર પણ 1206 રાખ્યો હતો. રાજકોટમાં કાર કે એક્ટિવા નીકળે તો લોકો 1206 નંબર વાંચીને સમજી જાય કે આ વિજયભાઈ રૂપાણીનું જ વાહન છે. એમની દીકરી લંડન રહે છે. તેમના પત્ની લંડન છે અને વિજયભાઈએ કહ્યું કે, હું થોડા કામ નિપટાવીને લંડન આવીશ. એમણે લંડન જવા માટે તારીખ પણ પસંદ કરી 12-06-2025. એમાં પણ 1206 નંબર હતો. પણ વિજયભાઈને ક્યાં ખબર હતી કે તેમનો આ ફેવરિટ નંબર અંતિમ દિવસની તારીખ બની રહેશે. જ્યારે ક્રેશ થયેલા પ્લેનના પેસેન્જરનું લિસ્ટ આવ્યું ત્યારે તેમાં વિજયભાઈનો પેસેન્જર નંબર હતો- 12, વિજયભાઈ રૂપાણી એર ઈન્ડિયાના જે પ્લેનમાં સફર કરી રહ્યા હતા તે પ્લેનમાં તેમનો સીટ નંબર 2D હતો. એટલે બિઝનેસ ક્લાસમાં સીટ નંબર 2 હતો. યોગાનુયોગ તેમની જન્મ તારીખ પણ 2 ઓગસ્ટ છે. વિજયભાઈ રૂપાણીના નિધનને પગલે ગુજરાતભરમાં દુઃખની લાગણી ફેલાઈ છે ત્યારે ભાજપ કાર્યકર્તાઓએ દુઃખ વ્યક્ત કરતા લાગણીઓએ વ્યક્ત કરી છે, ભાજપ નેતા દિલીપ સંઘાણીએ દુખ વ્યક્ત કરતા પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે વિજયથી ક્યારે કોઈ વ્યક્તિને દુઃખ થયું નથી
વિજયભાઈનો પુત્ર પુજિત નાનો હતો ત્યારે એક દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. પુજિતના મૃત્યુ પછી વિજયભાઈ અને તેમનાં પત્ની અંજલીબેન આઘાતમાં હતા. સમય જતાં વિજયભાઈએ પુજિતના નામે સમાજસેવા કરવાનું નક્કી કર્યું. તેમણે ગરીબ, જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવાના હેતુથી પુજિત રૂપાણી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું હતું જે આજે પણ કાર્યરત છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી