ભાવનગર પોલીસનું ગુંદી ગામે મેગા કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન,

Featured Video Play Icon
Spread the love

ભાવનગર પોલીસનું ગુંદી ગામે મેગા કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન,
અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી

ભાવનગર પોલીસનું ગુંદી ગામે મેગા કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન, ટેકનોલોજી અને સંયુક્ત તંત્રના સમન્વયથી અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી

ભાવનગરમાં પોલીસે દ્રારા ડ્રોન સર્વેલન્સ અને બોડી વોર્ન કેમેરાની મદદથી વહેલી સવારથી ઓપરેશન હાથ ધર્યું જેમાં ૨૦ શખ્સો ડીટેઈન વીજચોરી અને સરકારી જમીન પરના દબાણો સામે લાલ આંખ કરતા કડક કાર્યવાહી કરી હતી. ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ કરવાના હેતુથી આઇ.જી રાજેન્દ્ર અસારી દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો સામે કડક પગલાં ભરવા અને તેમના પર લગામ કસવા સૂચના આપવામાં આવેલ છે. આ સૂચના અન્વયે ઘોઘા તાલુકાના ગુંદી ગામે આવેલ ‘કેરીયાવાસ’ વિસ્તારમાં એક સુવ્યવસ્થિત અને આધુનિક ટેકનોલોજી સજ્જ ‘કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન’ (C.A.S.O.)

સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં પારદર્શિતા અને ચોકસાઈ જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ દ્વારા આધુનિક સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય કેરીયાવાસમાં રહીને અસામાજિક પ્રવૃત્તિઓ થકી સમાજની બદી બનેલા તત્વોને ડામી દેવાનો અને સામાન્ય નાગરિકો નિર્ભયતાથી રહી શકે તેવું વાતાવરણ ઊભું કરવાનો છે. ભાવનગર પોલીસ દ્વારા આગામી સમયમાં પણ અસામાજિક તત્વો સામે આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *