લીંબડી અમદાવાદ હાઈવે પર કાર ચાલકનો ગંભીર અકસ્માત
અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા
લીંબડી અમદાવાદ હાઈવે પર પાણીશીણાનાં પાટિયા નજીક કાર ચાલકનો ગંભીર અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે જેને પગલે પાંચેય ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
મળતી માહિતી મુજબ કાર અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે કારના ડ્રાઇવરને ચાલુ ડ્રાઇવિંગે ચક્કર આવતા ગુમાવી બેઠ્યા હતા ત્યારે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતની એમએસસી લીંબડી સિવિલ હોસ્પિટલમાં નોંધાવા પામી હતી ત્યારે આ પાંચેય ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં વિશ્વાસભાઈ ગોસ્વામી, આશાબહેન, પ્રિયાંક કુકલિયા, તુલસરાબેન અને અન્ય એક વ્યક્તિ જે બેભાન હાલતમાં હતા એમ કરી કુલ પાંચ લોકો ઇજાગ્રત બન્યા હતા આ બનાવવાની જાણ લગત પોલીસ સ્ટેશનને થતા પોલીસ ઘટના દોડી આવી હતી અને આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. તેને કહી શકાય લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માતનો યથાવત જોવા મળી રહ્યો છે.
