સુરત ડીઆરઆઈની ટીમે દીપડાના ચામડાના વેપારનો પર્દાફાશ કર્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ડીઆરઆઈની ટીમે દીપડાના ચામડાના વેપારનો પર્દાફાશ કર્યો
સોશિયલ મીડિયા મારફતે એક કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચાતું
ડીઆરઆઈએ હોટલમાં ટ્રેપ ગોઠવી બે આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતમાં ડીઆરઆઈની ટીમે દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરી સોશિયલ મીડિયા મારફતે એક કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચાતું હોવાની માહિતી મળતા ડીઆરઆઈએ હોટલમાં ટ્રેપ ગોઠવી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં વન્યજીવના ગેરકાયદે વેપારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડીઆરઆઈની ટીમને સોશિયલ મીડિયા મારફતે માહિતી મળી હતી કે દીપડાનું ચામડું અંદાજિત એક કરોડ રૂપિયામાં વેચવાનો સોદો ચાલી રહ્યો છે. જે માહિતીના આધારે ડીઆરઆઈએ શહેરની એક હોટલમાં ટ્રેપ ગોઠવ્યો હતો. જ્યાં સોદો કરવા આવેલા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછ દરમિયાન અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને પણ પકડી પાડવામાં આવ્યો હતો. ડીઆરઆઈની કાર્યવાહી બાદ સુરત વનવિભાગની ટીમે કબજે કરાયેલા દીપડાના ચામડાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચામડાં પર ગોળી વાગ્યાના નિશાન જોવા મળ્યા હતા, જેના આધારે દીપડાનો શિકાર કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વનવિભાગના પ્રાથમિક અનુમાન મુજબ આ ચામડું અંદાજિત એકથી બે મહિના જૂનું હોઈ શકે છે.

વાઇલ્ડલાઇફ એનાલિસિસમાં પણ સ્કીન તાજી હોવાનું સામે આવ્યું છે, જે દર્શાવે છે કે તાજેતરમાં જ દીપડાનો ક્રૂરતાપૂર્વક શિકાર કરવામાં આવ્યો હોઈ શકે છે. જપ્તી દરમિયાન દીપડાના દાંત કે પંજા મળી આવ્યા નથી, જેના કારણે શરીરના અન્ય અંગો ક્યાં ગયા અને આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે. વનવિભાગ અને ડીઆરઆઈની ટીમ સમગ્ર ગેંગના મૂળ સુધી પહોંચવા માટે અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *