દિવાળી પહેલાં રત્નકલાકારોને બોનસ અને ઓવરટાઇમ ચૂકવવાની માંગ ઉઠી

Featured Video Play Icon
Spread the love

દિવાળી પહેલાં રત્નકલાકારોને બોનસ અને ઓવરટાઇમ ચૂકવવાની માંગ ઉઠી
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન
રત્નકલાકારોને તેમના હકના લાભો અપાવવાની રજૂઆત

દિવાળી પહેલાં સુરતના રત્નકલાકારોને બોનસ અને ઓવરટાઇમનું ચુકવણું કરવાની માંગ ઉઠી હોય તેમડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન આપી રત્નકલાકારોને તેમના હકના લાભો અપાવવાની રજૂઆત કરવામાં આવી હતી.

દિવાળીના તહેવાર પહેલાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોના બોનસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોને બોનસ અને ઓવરટાઇમનું ચુકવણું કરવા માંગ કરી હતી. આ મામલે જિલ્લા કલેક્ટર ઉપરાંત ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને લેબર વિભાગના ડેપ્યુટી કમિશનરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો રત્નકલાકારોને દિવાળી પહેલાં તેમના હકના લાભો મળે તે માટે યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *