મહેસાણામાં અધિકારીઓ ધારાસભ્યને પણ નથી ગાંઠતા
કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાને ઇજનેરે રોકડું પરખાવ્યું
સમારકામ બાબતે ઇજનેરે કહ્યું લેખિત આપો તો કામ થશે
રોડ પર પડેલા ખાડા પૂરવા ધારાસભ્ય એ કર્યો હતો ફોન
મહેસાણામાં અધિકારીઓ ધારાસભ્યને પણ નથી ગાંઠતા. મહેસાણામાં ખાડાને લઈ ધારાસભ્યએ અધિકારીને ખખડાવ્યા હતા. કડીના ધારાસભ્ય અને નાયબ ઇજનેર વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થયો છે.
ગુજરાતમાં હાલમાં અધિકારી રાજ ચાલી રહી હોવાનો ગણગણાટ સંભળાય છે. આ અંગે મુખ્યમંત્રી સહિત અનેક લોકોને ફરિયાદ પણ થઇ ચુકી છે. જો કે હજી સુધી આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં મહેસાણાના ધારાસભ્યએ લોકોની હાજરીમાં સિક્કા પાડી દેવાના ઇરાદે અધિકારીને ફોન કરીને ખખડાવ્યો હતો. જો કે અધિકારી ધારાસભ્યની સામે થઇ જતા MLA ના વટાણા વેરાઇ ગયા હતા. અધિકારીએ ફોન પર જ કહી દીધું હતું કે, તમે કહો છો તે રોડ નહી બને. નેતાજીને હતું કે અધિકારીને ખખડાવીને ફોન મુકી દઇશ એટલે લોકોનો રોષ પણ શાંત થઇ જશે અને હું પણ હીરો બની જઇશ. જો કે ધારાસભ્યની બાજી ઉલટી પડી ગઇ હતી. ફોન પર ખખડાવતા ધારાસભ્યને અધિકારીને ચોખ્ખી મનાઈ કરી હતી. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ નાયબ ઇજનેર ઓજસ પટેલને ખાડા પૂરવા આદેશ આપ્યો હતો. જો કે નાયબ ઇજનેર ઓજસ પટેલે આદેશને લેખિત આપવાની માંગ કરી હતી. પરંતુ ધારાસભ્ય તો સિક્કા પાડવાના મુડમાં હતા તેમણે કહ્યું કે, “મારે કંઇ લેખિત આપવાનું થતું નથી, તમે મારા સાહેબ નથી હું કહું રોડ બની જવો જોઇએ એટલે બની જવો જોઇએ. જેથી તેજસ પટેલે પણ સામે કહ્યું કે, તમે કહો તેમ રોડ નહી બને.” જેના કારણે ધારાસભ્ય ખાસિયાણા તો પડી ગયા પરંતુ પોતાના સિક્કા પાડવા માટે તમે ઓફીસ આવો અને મને લેખિતમાં જવાબ આપો તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. મહેસાણામાં ખાડાને લઈ ધારાસભ્યએ અધિકારીને ખખડાવ્યા હતા. કડીના ધારાસભ્ય અને નાયબ ઇજનેર વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અધિકારીએ ધારાસભ્યને સીધું જ કહ્યું કે, ‘ખાડા નહીં જ પુરાય’. કડીના રાજપુરમાં 76માં વન મહોત્સવનું આયોજન કરાયું હતું. વનવિભાગના કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ હાજરી આપી હતી. રાજેન્દ્ર ચાવડાને આગેવાનોએ રોડના ખાડા પુરવા માટે રજુઆત કરી હતી. ધારાસભ્યે તાલુકા પંચાયતના નાયબ ઇજનેરને ખાડા પુરવા લોકોની હાજરીમાં જ ફોન કર્યો હતો…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
