જીસીએએસ પોર્ટલની ટેક્નિકલ ખામીઓ સામે હવે વિદ્યાર્થીઓનો રોષ

Featured Video Play Icon
Spread the love

જીસીએએસ પોર્ટલની ટેક્નિકલ ખામીઓ સામે હવે વિદ્યાર્થીઓનો રોષ
સુરત એનએસયુઆઇ દ્વારા વીએનએસજીયુના કુલસચિવને આવેદનપત્ર
તાત્કાલિક સમસ્યાઓ દૂર કરવાની માંગ કરવામાં આવી

જીસીએએસ પોર્ટલની ટેક્નિકલ ખામીઓ સામે હવે વિદ્યાર્થીઓનો રોષ વધ્યો છે. સુરત એનએસયુઆઇ દ્વારા વીએનએસજીયુના કુલસચિવને આવેદનપત્ર આપી તાત્કાલિક સમસ્યાઓ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.

હાલમાં ચાલી રહેલી વીએનએસજીયુની પ્રવેશ પ્રક્રિયામાં જીસીએએસ પોર્ટલમાં ટેક્નિકલ ખામીઓ સામે આવી રહી છે. વિદ્યાર્થીઓને લોગિન સમસ્યાઓ, ડોક્યુમેન્ટ અપલોડ ન થવા તેમજ કોર્સ વિકલ્પ ન દેખાવા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે સુરત એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકરોએ યુનિવર્સિટીના કુલસચિવને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. એનએસયુઆઈ માંગ કરી છે કે પોર્ટલની ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે જેથી કોઈપણ વિદ્યાર્થી શિક્ષણના અધિકારથી વંચિત ન રહે. સાથે જ વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *