સુરતમાં ઓઈલ ઢોળાતા વાહન ચાલકો લપસ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઓઈલ ઢોળાતા વાહન ચાલકો લપસ્યા
ઉધના ખરવર નગર પાસે ઓઈલ ઢોળાતા અનેક વાહન ચાલકો પટકાયા
ફાયરે સ્થળે દોડી જઈ પાણીનો મારો કરી રસ્તા પરથી ઓઈલ દુર કર્યુ

સુરતમાં કેટલાક વાહનોમાંથી જાહેર રોડ પર ઓઈલ ઢોળાતા અન્ય વાહન ચાલકો લપસતા હોવાની ઘટના વારંવાર સામે આવી છે ત્યારે ઉધના ખરવર નગર પાસે ઓઈલ ઢોળાતા અનેક વાહન ચાલકો પટકાયા હતાં.

સુરતમાં ફરી એક વાહનમાંથી ઓઈલ ઢોળાતા અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. વાત એમ છે કે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ખરવર નગર પાસે એક વાહનમાંથી રસ્તા પર ઓઈલ ઢોળાયુ હોય જેને લઈ ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન ચાલકો એક બાદ એક લપસતા પટકાયા હતા જો કે બનાવની જાણ થતા જ ફાયરે સ્થળે દોડી જઈ પાણીનો મારો કરી રસ્તા પરથી ઓઈલ દુર કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *