કચ્છના માંડવીના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહનો 82 લાખનો દારૂ
યુવરાજસિંહ જાડેજાને કોના આશિર્વાદ છે ?
પંજાબની ડિસ્ટીલરીમાંથી દર અઠવાડિયે દારૂ ભરેલી બે ટ્રકની ખેપ
બુટલેગરો અને યાદવ નામના વહીવટદાર વચ્ચે સાંઠગાંઠ
પાલનપુર એલસીબી પોલીસની ટીમે જગાણા નજીક જિલ્લાના ઈતિહાસમાં પહેલીવાર 1.17 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ પછી પોલીસ તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, કચ્છના ત્રગડી ગામના બુટલેગર યુવરાજસિંહના આયોજનબદ્ધ નેટવર્ક હેઠળ પંજાબની ડિસ્ટીલરીમાંથી આયોજનબદ્ધ રીતે દર અઠવાડિયે દારૂ ભરેલી બે ટ્રકની ખેપ મારવામાં આવી હતી, તેમાંથી એક જ પકડાઈ છે.
રાજસ્થાનના બૂટલેગર સાથેની સાંઠગાંઠમાં ત્રગડીનો બુટલેગર પંજાબથી દારૂ મગાવતો હતો અને હિમાચલ પ્રદેશથી માલ ભર્યાના બીલ બનાવીને ટ્રક સરળતાથી કચ્છ સુધી પહોંચાડવામાં આવતી હતી. ટ્રક ચાલક તાજમહંમદ હિંગોળજા અને ખલાસી હૈદરખાનને છ દિવસના રિમાન્ડ ઉપર મેળવી કોલ ડીટેલના આધારે કચ્છ તપાસ આરંભાઈ છે. બનાસકાંઠા સરહદ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો ગેટ-વે હોવાની વિગતો પોલીસે પાલનપુર પોલીસે અનેક ઘટસ્ફોટ કર્યાં છે. બુટલેગરો અને યાદવ નામના વહીવટદાર વચ્ચે સાંઠગાંઠ અંગે અનેક ચર્ચાઓ વચ્ચે પણ બોર્ડર રેન્જ આઈજીપી જાણે સબ સલામતની આહલેક પોકારી રહ્યાં હોય તેવી સ્થિતિ હોવાની ચર્ચા છે. રેન્જ આઈજીપી ઈચ્છે તો ઉદ્યોગગૃહો સાથે સંકળાયેલાં લોકોની પાર્ટીઓ તેમજ યુવાધનને બરબાદ કરતાં ડ્રગ્સ અને દારૂના ગેરકાયદે નેટવર્ક ઉપર અંકુશ મેળવી શકે છે. પરંતુ જમીનના રોકાણોના કરોડોના નફાનો વિક્રમ સર્જવામાંથી સમય મળે તો જ કચ્છ-બનાસકાંઠાના બોર્ડર એરિયાને નશાખોરીમાંથી મુક્તિ મળે તેમ હોવાની પણ લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. બનાસકાંઠા સરહદથી દારૂ ધુસાડીને ત્રણ જિલ્લામાંથી ટ્રકો દોડાવીને છેક કચ્છ સુધી પહોંચતી કરતાં કચ્છના બુટલેગર યુવરાજસિંહ જાડેજાને કોના આશિર્વાદ છે ? તેવી ચર્ચા થઈ રહી છે. મૂળ ત્રગડીના યુવરાજસિંહ સામ વર્ષ 2016 થી અત્યાર સુધીમાં માંડવીમાં પાંચ, મુન્દ્રામાં ત્રણ, ગઢશીશામાં એક એમ નવ ગુના કચ્છમાં નોંધાઈ ચૂક્યાં છે, છતાં તેને ઝડપી લેવા કે તેનું નેટવર્ક રોકવા કાર્યવાહી થઈ નથી. યુવરાજસિંહ સામે અમીરગઢમાં એક ગુનો નોંધાયો હતો. હવે 11મો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ચાલુ વર્ષે ત્રગડી ગામે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા યુવરાજસિંહનો 83 લાખનો, તલવાણામાં ભુજ એલસીબીએ 1.54 કરોડ રૂપિયાનો અને છેલ્લે ઓગષ્ટમાં ત્રગડી ગામેથી 41 લાખનો દારૂ પકડાયો હતો. આમ છતાં 10 ગુનાના મોસ્ટ વોન્ટેડ બૂટલેગર યુવરાજસિંહનું દારૂનું નેટવર્ક બેરોકટોક ચાલતુ રહે અને અમુક જ માલ પકડાય છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
