રાજ્યભરમાં હનુમાન જયંતિની ભક્તિમય ઉજવણી
જન્મોત્સવમાં ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા
500 થી 700 ભાવી ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો
અમરેલી…કુકાવાવ તાલુકાના જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી…
જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે દયાપુરી માતાજી દ્વારા હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી… પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવની ભાવપૂર્વક બપોરના અગીયાર કલાકે હનુમાનજી મહારાજની મહાઆરતી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી… આ જન્મોત્સવમાં દૂર દૂરથી ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.. તેમજ જીથુડી ગામમાંથી બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી દરેક ભાવીભક્તોએ સંભુપુરી બાપુ તેમજ મનુપુરી બાપુની સમાધિના દર્શન કરીને દયાપુરી માતાજીના આશીર્વાદ લીધા હતા અને 500 થી 700 ભાવી ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો….