માંડવી ખાતે પરશુરામજી જન્મોત્સવની ઉજવણી
સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જન્મોત્સવ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના
માંડવી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજી જન્મોત્સવ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરી નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી
માંડવી ખાતે આવેલ દુર્ગેશ્વર મહાદેવ દત્ત મંદિર વજીરફળિયા ખાતે ભગવાન પરશુરામ જી ના જન્મોત્સવ નિમિત્તે બપોરે ચાર કલાકે પૂજા હવન કરવામાં આવ્યું હતું જેઓ ધર્મ, શૌર્ય, અને સત્યના પ્રતિક હતા. જેમની પાલખી યાત્રા ઢોલ નગારાના સથવારે ભગવાન પરશુરામજીની મૂર્તિને પાલખીમાં મૂકી શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી હતી જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેને કારણે સમસ્ત બ્રહ્મ સમાજ એક થતા તેઓની એકતા જણાઈ આવી હતી અને ભગવાન પરશુરામ જી કી જય હો ના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શોભાયાત્રા દુર્ગેશ્વર મંદિરે આવી પહોંચી હતી અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોએ લાહવો લઈ પાવન થયા હતા. ડો. વાસુદેવજોખાકર , ભાલચંદ્ર પુરોહિત, નીતિનભાઈ શુક્લ, ડો, આશિષભાઈ ઉપાધ્યાય ડો. હરેશભાઈ ત્રિવેદી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…
