પહેલીવાર યુનિફોર્મ સમયસર મળ્યા

Featured Video Play Icon
Spread the love

પહેલીવાર યુનિફોર્મ સમયસર મળ્યા
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે
વિદ્યાર્થીઓને બુટ-મોજા અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યો

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ખૂબ જ મોટું બજેટ જાહેર કરાયુ છે, જેમાં વિદ્યાર્થીઓને ગણવેશ બુટ-મોજા, શાળાની બેગ વગેરે અનેક જરૂરિયાતની ચીજવસ્તુઓ વિદ્યાર્થીઓને અપાયા છે. દર વખતે ગણવેશ સહિતની ચીજવસ્તુઓ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયા પછી મળવાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે નારાજગી જોવા મળતી હતી.

સુરત નગર શિક્ષક સમિતિ દ્વારા શૈક્ષણિક કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિના સભ્ય દ્વારા આગોતરું આયોજન કરીને આ વખતે સત્રની શરૂઆતમાં સુરત નગર શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે ધોરણ-2થી 8ના વિધાર્થીઓેને બુટ-મોજા અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યા છે. દરેક શાળામાં બાલવાટીકા અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી કીટ સ્કૂલબેગ તેમજ ગણવેશ દરેક શાળામાં પહોંચી ગયો છે. આજે શાળા નંબર 218 શાળામાં બાળકોને બુટ અને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષિકાએ જણાવ્યું હતુ કે, અમે આ વખતે વિદ્યાર્થીઓને ઝડપથી ગણવેશ, બુટ-મોજા સહિતની વિદ્યાર્થીઓની કીટ તેમને આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ અને સ્મિત જોવા મળ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણનું સ્તર ખૂબ જ સારી રીતે વધ્યું છે. જે રીતે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે અને તેના જે આંકડા સામે આવી રહ્યા છે, તે પરથી એક વાત તો સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા કરતા પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ આપવા માટે પ્રયાસ કરે છે. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધો છે આ તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ક્ષેત્ર તેમજ તેમની ભવિષ્યની ચિંતા કરીને તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ આજે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે આશીર્વાદરૂપ બની રહી છે, જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવી રહી છે, તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના હોય છે જે અમારા માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે. આ જ રીતે આગામી દિવસોમાં રમતગમત ક્ષેત્રની અંદર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ આગળ આવે તેવા અમે તમામ પ્રયાસો કરી રહ્યા છે. પ્રથમ દિવસે જ ધોરણ-2થી 8ના તમામ વિદ્યાર્થીઓ સુધી તેમની જરૂરી સામગ્રી પહોંચાડી દેવામાં આવી છે. બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશોત્સવ દરમિયાન તેમની કીટ આપવામાં આવશે, તે પણ જે-તે શાળામાં પહેલાથી જ પહોંચાડી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *