સુરતમાં ટેટુની આડમાં અડાજણ તથા પાલ વિસ્તારમાં ઈ સીગારેટનુ વેચાણ
ગેરકાયદે રીતે વેચાણ કરનાર બે ને એસઓજીની ટીમે ઝડપ્યા
1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતમાં ટેટુની આડમાં અડાજણ તથા પાલ વિસ્તારમાં ઈ સીગારેટનુ ગેરકાયદે રીતે વેચાણ કરનાર બે ને એસઓજીની ટીમે ઝડપી પાડી 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવાઈ રહ્યુ છે ત્યારે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ રાઘવેન્દ્ર વત્સ તથા એસઓજીના ડીસીપીના માર્ગદર્શન તથા પી.આઈ. ની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલા પી.એસ.આઈ. ની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતિભાઈ થથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ગંભીરભાઈ એ બાતમીના આધારે અડાજણ ભુલકાભવન સ્કુલ સામે આવેલ મહાન ટેરેસ કોમ્પલેક્ષ ફ્લેટ નંબર 904માંથી તેમજ પાલનપુર ગામ કોરલ પેલેસ ફ્લેટ નંબર બી 404માં દરોડા પાડી ત્યાંથી મંથન રાજેશ શાહ અને જનક રમણ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી 1 કરોડ 7 લાખથી ધુની કિંમતની ઈ સિગારેટ જેમાં વપોરેશો, ઝીરો, ક્લીબર્ન, લેબ, યુવેલ જેવી કંપનીની ઈ સિગારેટ સાથે પોડ્સ સહિતની મત્તા કબ્જે કરી હતી. તો આરોપીઓએ કબુલાત કરી હતી કે મંથન શાહ દોઢેક વર્ષ અગાઉ દિલ્હી ખાતેથી અઝાણ્યા ઈસમ પાસેથી મુદ્દામાલ લાવ્યો હોય અને તે મિત્ર જનક પટેલ સાથે મળી વેંચવા ફરતો હતો. હાલ તો એસઓજીએ બન્ને વિરૂદ્ધ અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે.