સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત
શ્રીરામનગર ખાતે અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી
સ્થાનિકોમાં રીતસરનો ડરનો માહોલ જોવા મળ્યો
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોય તેમ પાંડેસરા શ્રીરામનગર ખાતે અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો.
સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોય તેમ પાંડેસરા વિસ્તારમાં આવેલ શ્રીરામ નગર ખાતે પાર્ક કરાયેલા કેટલાક વાહનોના કાચ તોડી અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડવામાં આવ્યું. 8 થી 10 જેટલા વાહનોના કાચ તોડી નુકસાન કરનાર ઓને લઈ સ્થાનિકોમાં રીતસરનો ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવને લઈ સ્થાનિકો દ્વારા 112 નંબર પર જાણ કરાતા પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી. અને ત્યારબાદ સોસાયટીના લોકો એકત્ર થઈ પાંડેસરા પોલીસ ખાતે જઈ ત્યાં અસામાજિક તત્વો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
