સુરતમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા
પોલીસે આરોપીઓ પાસેથી હજ્જારોની મત્તા કબ્જે કરી
હજીરા પોલીસે દરોડા પડી 11 જુગારીઓને ઝડપ્યા
સુરતની હજીરા પોલીસે જુનાગામ ખાતેથી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર સહિતનાઓના આદેશને લઈ હજીરા પોલીસની ટીમ પીઆઈ વી.એલ. પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સની ટીમે બાતમીના આધારે હજીરા ખાતે આવેલ જુના ગામ ખાતે દરોડા પાડ્યા હતા જ્યાંથી જુગાર રમતા 11 જુગારીઓ જેમાં ચીંતન પટેલ, અશોક પટેલ, નીખીલ પટેલ, પ્રીતેશ પટેલ, પીંકલ પટેલ, મયુર પટેલ, રાજેશ પટેલ, જીગર પટેલ, જીતેન્દ્ર પટેલ, પીયુષ પટેલ અને દિપેશ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના મળી 43 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
