સુરત પોલીસની મીડાસ સ્કવેર કોમ્પલેક્ષની હોટલમાં દરોડા
રાજસ્થાનથી એમડી લઈ આવેલા ત્રણ લોકો ઝડપાયા
પોલીસે આરોપીઓ પાસેથી લાખોના મુદ્દામાલ કબ્જે કર્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાંથી રાજસ્થાનથી એમડી લઈ આવેલા ત્રણને હોટલના રૂમમાંથી ઝડપી પાડ્યા હતાં.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એનડીપીએસના ગુના સંબંધે બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોડાદરા ખાતે આવેલ મીડાસ સ્કવેર કોમ્પલેક્ષની હોટલમાં દરોડા પાડી ત્યાંથી બેરાજસ્થાની યુવાનો કે જે રાજસ્થાનના પાલી ખાતે રહેતા હોય તે આકિબ જાવેદખાન સલીમખાન અને દિનેશ જોધારામ જાટને ઝડપી પાડી તેઓ પાસેથી 2 લાખ 52 હજારથી વધુની મત્તાનો એમડી ડ્રગ્સ તથા બે મોબાઈલ મળી 2 લાખ 87 લાખથી વધુની મત્તા કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
