ઓલપાડ તાલુકાના નાયબ મામલતદારએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મહિલા નાયબ મામલતદાર એ જીવન ટૂંકાવતા ચકચાર મચી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની નાયબ મામલતદાર દ્વારા પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
સુરતમાં ફરી એક સરકારી કર્મચારીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈછે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા 36 વર્ષિય હિનીશા પટેલ ઓલપાડ તાલુકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતી હતી જો કે સવારે પોતાના ઘરમાં જ હિનીશા પટેલએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. તો હિનીશા પટેલ અને તેમના પતિ બન્ને નાયબ મામલતદાર છે અને સાથે જ રહેતા હતા પરંતુ કયા કારણોસર હિનિશા પટેલએ આપઘાત કર્યુ તે જાણી શકાયુ નથી. હાલ તો રાંદેર પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
