મેટ્રોની કામગીરી વચ્ચે સળિયા પડતા બે લોકો ગંભીર
બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા
સ્થાનિકોએ સલામતી અને સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા
સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી વચ્ચે કાદરશાની નાળમાં પિલર પાસેના સળિયા પડતા બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા હતા. તો સ્થાનિકોએ સલામતી અને સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા હતાં.
સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સુરતના નાનપુરા કાદરશાની નાળ પાસે પિલર પાસેના સળિયા પડતા બે લોકો ગંભીર ઘાયલ થયા હતા તો ઘાયલોમાં એક નીલેશ મનસુખ બોરસલીવાલા મેટ્રો પ્રોજેક્ટમાં માર્શલ તરીકે કાર્યરત હોવાનુ સામે આવ્યુ છે. તો આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો તો બીજી તરફ આ ઘટના બન્યા બાદ મેટ્રો પ્રોજેક્ટની સલામતી અને સુરક્ષા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
