નર્મદા ઉમલ્લાનાના વેપારી પર ભાજપ આગેવાન ઉપર કરેલા હુમલા અંગે રાજનીતિ.

Featured Video Play Icon
Spread the love

નર્મદા ઉમલ્લાનાના વેપારી પર ભાજપ આગેવાન ઉપર કરેલા હુમલા અંગે રાજનીતિ.
ભાજપ ના ધારાસભ્ય રિતેશ વસાવા પર મનસુખ વસાવાના પ્રહાર
ભાજપસાથેના વેપારીને ભાજપના લોકો જ મારે તે ખોટું

ભરૂચ બેઠકના લોકસભા સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઉમલ્લાના એક વેપારી પર ભાજપના આગેવાનો દ્વારા હુમલાને લઈને મામલો ગરમાયો છે.

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ઝગડિયાના ભાજપ નેતા પ્રકાશ દેસાઇ સામે એક પરિવારને માર માર્યાનો આક્ષેપ કર્યો છે. સાથે જ કહ્યું હતું કે, કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકી ને વાંકી જ રહેવાની છે, ઉમલ્લાના ભાજપ વિચારધારા ધરાવતા વેપારીઓ પર હુમલાના કેસમાં ભાજપના ધારાસભ્ય રિતેશ વસાવા મામલો દબાવવાની કોશિશ કરતા હતા. આ બાબતે સાંસદ વચ્ચે પડ્યા અને રોષે ભરાયા હતા. સાંસદે વેપારીને ન્યાય અપાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. મુખ્યમંત્રીએ પત્રની ગંભીરતા લઈ તરત એક્શન લીધું અને ડ્રાઇવરની ધરપકડ કરાવી હતી. આ માટે સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. સાંસદ મનસુખ વસાવાને ઉમલ્લાના વેપારીઓએ દિલ્હી ફોન કરીને સમગ્ર મામલો જણાવ્યો અને વેપારી રડી પડ્યા, એટલે સાંસદ તેમની બચાવમાં આવી અને ભાજપના ધારાસભ્ય અને આગેવાનો સામે બાંયો ચઢાવી અને રોષે ભરાઈને કહી નાખ્યું કે, આ બન્ને નેતાઓ ધારાસભ્ય રિતેશ દેશમુખ અને પ્રકાશ દેસાઈ BTPમાંથી આવ્યા હોય, એ વિચારધારાથી ચાલે છે. જો ભાજપની વિચારધારા અપનાવી લે તો સારું.

સાંસદે એમની લુખ્ખા તત્વોની બનેલી ટીમનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે “જનતા કા રાજ ટીમ 81 “ની બાઇક ટીમનું ન્યૂસન્સ થઈ ગયું છે. આ ટીમ લોકોને દબાવવાનું, રંઝાડવાનું, ધમાલ કરવાનું કૃત્ય કરે છે. આવા ગ્રુપો બંધ થવા જોઈએ. બીટીપીમાંથી ભાજપામાં આવેલા આ બન્ને નેતાઓ પોતાના ખોટા કામો કરાવવા બીટીપીવાળી કરી લોકોને રંજાડે છે. ભૂતકાળમાં માફિયાગિરી, ધાકધમકીના જે કામો કરતાં હતા, તે ભાજપામાં આવી ફરીથી કરી રહ્યા છે, તે ભાજપામાંચલાવી નહીં લેવાય, ભાજપામાં આવ્યા છો, તો ભાજપાની વિચારસરણી સાથે રહેવાની સલાહ પણ આપી દીધી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *