વેડ-વરિયાવ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું
પારિવારિક મતભેદના કારણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ,
ફાયર વિભાગના કર્મચારીઓએ લાઈફ જેકેટનો ઉપયોગ કરી યુવકને બહાર કાઢ્યો
સુરત શહેરના વેડ-વરિયાવ બ્રિજ પર ગુરુવારે નદીમાં એક યુવકે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. કતારગામ વિસ્તારમાં રહેતા વિનય ગોડ નામના યુવકે ઘરકંકાસના પગલે તણાવમાં આવી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક માહિતી પરથી જણાઇ આવ્યું છે.
સુરતના વરિયાવ બ્રિજ પરથી એક યુવકે જીવન ટૂંકાવી નાખવા માટે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. યુવકને નદીમાં ગોતતા જોઈને ત્યાંથી પસાર થતાં વાહનચાલકે ફોન કરીને ફાયર વિભાગને જાણ કરી હતી કે, યુવકે નદીમાં ઝંપલાવી દીધું છે. 45 વર્ષીય યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યુ હોવાની માહિતી મળતા ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઝડપથી તેને નદીમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ફાયર અધિકારી અક્ષય પટેલના જણાવ્યા અનુસાર કોલ મળતાં જ બ્રિજ નીચે પહોંચીને તાપી નદીના મધ્યમાં ઝંપલાવેલા યુવકને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. નદીમાં પડ્યો હોવાથી તેને બહાર કાઢવા માટે ફાયર ટીમના કર્મચારીઓએ લાઈફ જેકેટ પહેરીને નદીમાં જઈ તેને બહાર. વિનય ગોંડ નામના યુવકને કમરના ભાગે બીજા થઈ હતી. ઉપરથી નદીમાં ઝંપલાવવાને કારણે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે 108 દ્વારા ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું ડોકટરો દ્વારા જણાવાયું છે. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.