સુરતમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ
પર્વત ગામમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં આગ લાગી,
પાંચમા માળે આવેલી દુકાનમાં આગ લાગતા મોટું નુકસાન થયું,
વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિ ટળી.
ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો.
સુરતમાં રોજેરોજ આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના પર્વત ગામ ખાતે માર્કેટમાં લાગેલી આગને લઈ ભાગદોડ મચી જવા પામી હતી. તો બનાવની જાણ થતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.
સુરતમાં ઉનાળાની સાથે જ આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સવારના સમયે આગની ઘટના બનતા ફાયર દોડતુ થઈ ગયુ હતું. વાત એમ છે કે આજે સવારમાં પર્વત ગામ સ્થિત અવધ ઋતુરાજ માર્કેટમાં આગની ઘટના બની હતી. સવારના સમયે માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. તો બનાવની જાણ થતા જ ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.