સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ
વિડીયો એક વર્ષ જુના હોવાનો દાવો
સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાનુ અસામાજિક તત્વો વારંવાર ભંગ કરે છે ત્યારે ઉન વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં તલવારથી કેક કાપી ઉજવણી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. તો આ વિડીયો એક વર્ષ જુનુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.
સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનુ ભંગ કરી રહ્યા છે ત્યારે ફરી અસામાજિક તત્વોએ કરેલા સુરત પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો વિડીયો સામે આવ્યો છે. વાત છે સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારની. ભેસ્તાન પોલીસ મથકની હદમાં અસામાજિક તત્વોએ ઉન વિસ્તાર માં તલવારથી કેક કાપી જન્મદિનની ઉજવણી કરી હોવાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. તો સુરત પોલીસને ચેલેન્જ કરતા આવા લુખ્ખા તત્વો સામે ક્યારે કાર્યવાહી કરી હતી. તો પોલીસને કિસ્સામાં લઈને ફરતા આવા તત્વો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરશે તેવી ચર્ચા જોવા મળી હતી. હાલ તો વિડિઓ એક વર્ષ જૂનો વિડિઓ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.