ભાવનગરમાં ગુંજી ઉઠ્યો એકજ નારો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ગુંજી ઉઠ્યો એકજ નારો
હર કોઈ બોલે ભાજપ… ભાજપ

હર કોઈ બોલે ભાજપ… ભાજપ હવે માત્ર નારો નથી રહ્યો આ તો જનતાનો વિશ્વાસ વિકાસનો આધાર અને જીતનો ગર્વ બની ગયો છે. ભાવનગર બોલ્યું એક જ વાત ભાજપ સાથે જ મજબૂત હાથ

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ શહેરની રાજકીય હવા સંપૂર્ણ રીતે કેસરિયા રંગે રંગી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ એકતરફી જીત નોંધાવીને ફરી સાબિત કરી દીધું કે શહેરમાં હજુ પણ લોકોનો વિશ્વાસ ભાજપ પર જ ટકેલો છે. 52 માંથી 44 બેઠકો પર ભવ્ય વિજય મેળવી ભાજપે માત્ર સત્તા જ જાળવી નથી રાખી પરંતુ વિરોધીઓને સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે કે ભાવનગરમાં તેમની પકડ અડગ છે. કોંગ્રેસ માત્ર 8 બેઠકો સુધી સીમિત રહી જે તેના માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો અનેક સ્થળોએ શાંતિપૂર્ણ રીતે કાર્યકરો પોતાના ઘેર પરત ફરતા નજરે પડ્યા.

શહેરના મોટાભાગના વિસ્તારો ચિત્રા કાળિયાબીડ અને અન્ય વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ રીતે દેખાયું. જ્યાં જુઓ ત્યાં જીતના જશ્ન અને એક જ નારો સંભળાયો હર કોઈ બોલે ભાજપ… ભાજપ જો કે વોર્ડ નંબર 5 માં કોંગ્રેસે પોતાની આખી પેનલ જીતાડી થોડું સન્માન બચાવ્યું, પરંતુ સમગ્ર પરિણામની સામે તે ખૂબ નાનું સાબિત થયું. આ જીત સાથે ભાજપે ભાવનગરમાં સતત સાતમી ટર્મ હાંસલ કરી છે અને છેલ્લા 30 વર્ષથી ચાલુ શાસનને વધુ મજબૂત બનાવ્યું છે. પરિણામ બાદ શહેરમાં ભાજપ કાર્યકરોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો ઢોલ નગારા આતશબાજી અને મીઠાઈઓ સાથે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો. ભાવનગરની જનતાએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું. વિશ્વાસ એક જ નામ પર.ભાજપ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *