સુરતમાં 11 મહીનેથી ફરાર આરોપી ઝડપાયો
આરોપી ઠગાઈના ગુનામાં નાસતા ફરતા હતા
કાપોદ્રા પોલીસે પ્રેમસુખ જગદીશપ્રસાદ સ્વામીને પકડી પાડ્યો
સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાપોદ્રા પોલીસ મથકમાં છેલ્લા 11 મહિનાથી ઠગાઈના ગુનામાં નાસતા ફરતા મહા ઠગ આરોપીને ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
સુરતમાં ઠગાઈના રોજેરોજ ગુનાઓ બનતા હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર સી ડીવીઝન ચિરાગ પટેલ દ્વારા મિલ્કત સંબંધી તથા છેતરપિંડીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવા આપેલી સુચનાને અનુસંધાને ઉદના પી.આઈ. એસ.એન. દેસાઈ તથા પી.આઈ. વી.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણીના નેતત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જીવનદિપસિંહ ઘનશ્યામસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ રૂખડભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિજયજી શ્રવણજીએ કાપોદ્રા પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં છેલ્લા 11 મહિનાથી નાસતા ફરતા મુળ રાજસ્થાનના ચુરૂનો અને હાલ સારોલીમાં રહેતા પ્રેમસુખ જગદીશપ્રસાદ સ્વામીને ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.