સુરતમાં લગ્નની લાલચ આપી યુવતીને ભગાડ્યા
ઉત્રાણ પોલીસે આરોપીને યુપીના હસનપુરથી ઝડપ્યો
મોહસીન ઈકરાર અહેમદએ સગીરાને યુપી ભગાડી ગયો હતો
સુરતની ઉત્રાણ પોલીસે એક મહિનાથી પોક્સો અને અપહરણના ગુનામાં નાસતા ફરતા યુપીવાસીને યુપીના હસનપુર ખાતેથી ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી. તો આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શાકભાજી ફેરિયા અને રિક્ષા ચાલક બની વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ પ્રકરણમાં સગીરાઓને ભગાડી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાંથી 15 વર્ષીય સગીરાને પ્રેમ પ્રકરણમાં ભગાડી જનાર ઉત્તર પ્રદેશના મોહસીન ઈકરાર અહેમદને ઉત્રાણ પોલીસે યુપીના હસનપુરથી ઝડપી પાડ્યો હતો. કઠોર ગામની 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચે આરોપી મોહસીન ઈકરાર અહેમદ સગીરાને યુપી ભગાડી ગયો હતો. તો આરોપીને પકડવા માટે ઉત્રાણ પોલીસે યુપીમાં શાકભાજી વેંચવાની સાથે રીક્ષા પણ ચલાવી હતી.