સુરત : અમરોલી કોસાડ આવાસમાં યુવકની હત્યા
પત્નીના મોબાઈલ નંબર માંગી ત્રણ ઈસમોએ પતિની કરી ઘાતકી હત્યા
ત્રણ હત્યારાની અમરોલી પોલીસે ધરપકડ કરી
પત્નીના મોબાઈલ નંબર માંગતા પતિએ ઠપકો અપાયોને કરી નાખી હત્યા
પતિની સાથે અન્ય એક યુવકને પણ ચપ્પુના જીંક્યા હતા ઘા
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે અમરોલી કોસાડ આવાસ ખાતે પત્નિની છેડતી કરનારાઓને ઠપકો આપતા કરાયેલા હુમલામાં હત્યા કરનાર હત્યારાઓને અમરોલી પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરતમાં ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે અમરોલી કોસાડ આવાસમાં યુવાનની સરાજાહેર હત્યા કરાઈ હતી. વાત એમ છે કે અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા યુવાનની પત્નિની માથાભારે મુસ્તકીમ એ છેડતી કરી મોબાઈલ નંબર માંગ્યો હતો જે અંગે યુવાને આરોપી મુસ્તકિમ અને તેના સાથીદારો સાહિલ અને ફારૂકને ઠપકો આપતા ત્રણેયએ ભેગા મળી યુવાન પર જીવલેણ હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી નાંખી હતી અને હત્યા કર્યા બાદ ત્રણેય હત્યારાઓ ભાગી છુટ્યા હતાં. તો બનાવની જાણ થતા અમરોલી પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી અમરોલી પોલીસે આરોપીઓ મુસ્તકિમ, સાહિલ અને ફારૂકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે.