ઓપરેશન સિંદૂરની ઉજવણી કચ્છમાં
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લીધી,
એરબેઝ પર કહ્યું આ તો ટ્રેલર હતું, સમય આવ્યે દુનિયાને ફિલ્મ દેખાડીશું
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના ‘ઓપરેશન સિંદૂર’એ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની ડ્રોન કચ્છ જિલ્લામાં પણ દેખાયાં હતાં. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ શુક્રવાર ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં એરફોર્સ, બીએસએફ અને આર્મીના અધિકારીઓ-જવાનો સાથે ચર્ચા કર્યા બાદ જવાનોનો જુસ્સો વધારવા સંબોધન કર્યું હતું. રાજનાથ સિંહ હવે સ્મૃતિવનની મુલાકાત લઈ રહ્યા છે.
ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ શુક્રવાર ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં એરબેઝની મુલાકાત બાદ અર્થક્વેક મેમોરિયલ પાર્કની મુલાકાતે પહોંચ્યા છે. સાંસદ વિનોદ ચાવડા સાથે કચ્છના તમામ 6 ધારાસભ્યો પણ સ્મૃતિવન હાજર રહ્યા હતા, સ્થાનિક, રાજ્ય અને દેશના મીડિયાકર્મીઓ પણ કવરેજ માટે ઉપસ્થિત હતા ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દુનિયાએ તણાવ વચ્ચે ભારતની તાકાત જોઇ છે, મને જવાનો પ્રત્યે ગર્વ છે. ભારત માત્ર વિદેશમાંથી ઈમ્પોર્ટ કરેલાં હથિયાર પર નિર્ભર નથી, બ્રહ્મોસ મિલાઈલની તાકાતને પાકિસ્તાને જોઈ લીધી છે. ઓપરેશન સિંદૂરનું નામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. આ ઓપરેશનમાં તમે લોકોએ જે કર્યું એ કાબિલેદાદ છે. આતંકવાદ વિરુદ્ધ ચલાવેલા આ અભિયાનનું નેતૃત્વ એરફોર્સે કર્યું છે.
તમારી ઊર્જા જોઈને મને ઉત્સાહ થાય છે. ઓપરેશન સિંદૂર નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું છે. આ કામગીરીમાં તમે જે કર્યું છે એના પર બધા ભારતીયોને ગર્વ છે. પાકિસ્તાનની ધરતી પર ઊગતા આતંકવાદના અજગરને કચડી નાખવા માટે ભારતીય સેના માટે 23 મિનિટ પૂરતી હતી. લોકોને નાસ્તો અને પાણી આપવામાં જેટલો સમય લાગે છે એટલા સમયમાં તમે તમારા દુશ્મનો સાથે વ્યવહાર કર્યો છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનનાં આતંકી સ્થળો ઉપર સફળ એરસ્ટ્રાઈક કરી હતી, જેના પગલે રાઘવાયા થયેલા પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ તંગ સ્થિતિની વ્યાપક અસર સરહદી કચ્છ જિલ્લામાં પણ થઈ હતી, જેને લઇને બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી