સુરતમાં 6 વર્ષની બાળકી સાથે છેડતી
લોટ લેવા ગયેલી બાળકી સાથે દુકાનદારે છેડતી કરી
દુકાનદારે છેડતી કરી બાળકીને ધમકી આપી
બાળકીએ સમગ્ર હકીકત માતાને જણાવી
ભેસ્તાન વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી માં લોટ લેવા ગયેલી સગીરા સાથે શારીરિક છેડછાડ કરતા નરાધમ અજીત ગુપ્તાની ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો છે.
ભેસ્તાનમાં રહેતી સગીરાની છેડતી કરનાર નરાધમ ઘંટી ચલાવતા માલિકની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.મુળ જૌનપુર ઉત્તરપ્રદેશનો વતની અને હાલ ભેસ્તાન બાલકૃષ્ણ રો-હાઉસમાં રહેતો અજીતકુમાર કન્હેયાલાલ આગ્રહરી અનાજ દળવાની ઘંટી ચલાવે છે. દરમિયાન ગત તા.29મી એપ્રિલના રોજ સવારના સમયે એક સગીરા લોટ લેવા માટે ઘંટીએ આવી હતી.ઘં ટી ઉપર સવારના સમયે અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોય સગીરા ઉપર નજર બગાડીને અજીતકુમારે સગીરા સાથે શારીરિક અડપલા કરી તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ સંદર્ભે સગીરાના પરિવારને જાણ થતા તેમણે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે નરાધમ ઘંટી ચલાવતા માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.