સુરત શહેરમાં રાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં રાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો
લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી
ભારે પવન અને ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

સુરત શહેરમાં રાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. ભારે પવન અને ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો.

સુરત શહેરમાં રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ રાત્રે ભારે પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે ગાજવીજ પણ જોવા મળી હતી. અચાનક બદલાયેલા વાતાવરણના કારણે રસ્તાઓ પર લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગરમીથી પરેશાન થયેલા શહેરવાસીઓને વરસાદ અને ઠંડા પવનના કારણે મોટી રાહત મળી હતી. વરસાદી માહોલ વચ્ચે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકો ખુશ જોવા મળ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *