સુરતમાં સામાન્ય સભામાં કોર્પોરેટર દ્વારા વિવિધ રજૂઆતો કરાઈ
સામાન્ય સભામાં મુખ્યત્વે ગટર લાઈનની રજુઆત કરવામાં આવી
સોમનાઠ મરાઠેએ તત્કાલિન ઝોનલ અધિકારી સામે આક્ષેપો કર્યા
સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર દ્વારા વિવિધ રજૂઆતો કરાઈ હતી જેમાં મુખ્યત્વે ગટર લાઈનની રજુઆત કરવામાં આવી હતી.કરેલ રજૂઆત
સુરત ભાજપના કોર્પોરેટર સોમનાઠ મરાઠેએ બોર્ડ મીટીંગમાં ઉધના ઝોન એના તત્કાલિન ઝોનલ અધિકારી સામે આક્ષેપો કર્યા હતાં. અને જણાવ્યુ હતું કેવર્ષ 2021 થી 2025 દરમ્યાન સમય ગાળા માં સાઉથ ઝોન-એમા સમાવિષ્ઠ વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણ ના 55 જેટલી સોસાયટીના નવેસર થી ગટર લાઈન નાંખવા માટે સોસાયટી તથા કોર્પોરેટરની ભલામણ લેટર સહિત અરજી કરાઈ હોય અને વારંવાર સંકલન બેઠક અને સામાન્ય સભામાં અનેક સમયે રજૂઆત કરાઈ હતી પરંતુ તત્કાલીન ઝોનલ સુજલ પ્રજાપતિ દ્વારા ફકતને ફક્ત ગટર લાઇન મેટેનન્સ કરવાની કન્સલ્ટન રિપોર્ટ મળ્યા છે જેથી ફક્ત મેન્ટેન્સ જ થશે તેમ જણાવ્યુ હતુ અને નવેસર લાઇન નહીં નંખાશે તેમ કહ્યુ હતું. તો બીજા ઝોન તપાસ કરતા અને સામાન્ય સભાના એજન્ડામાં લિંબાયત, ડિંડોલી, ગોડાદરા અને સેન્ટ્રલ ઝોનમાં 25 વર્ષ જૂની સોસાયટી જ્યાં નવેસરથી પાણી, અને આર.સી રસ્તો મંજૂર થયો છે ત્યાં નવેસરથી ગટર લાઇન પણ નાખવામાં આવે છે પરંતુ સુજલ પ્રજાપતિની આ બાબતે અલગ નીતિ રહી હતી અને ખોટો જવાબ આપ્યો હતો. તેમના સમય દરમ્યાન ગેરકાયદેસર થયેલ બાંધકામ, પતરાના ડોમ ખુલ્લેઆમ બન્યા હતા એના કારણે રેસિડન્સ વિસ્તારમાં કલરનું પાણી અને રોજ ગટરનું પાણી ગટર ઊભરાવાની સમસ્યાથી પ્રજા ત્રાહિમામ છે. અધિકારીની મનમાની, અને બેવડી નીતિ કેમ અપનાવી હશે તે સમજાતુ નથી. ત્યારે અધિકારી સામે તત્કાલિક અસર થી તપાસ કરી કાર્યવાહી કરો અને આવા ઉલ્લુ બનાવનારા સામે કડકમા કડક એક્શન લો તેવી મેયર, કમિશનરને બોર્ડ રજૂઆત કરી હતી. અને જો આમ નહીં થાય તો ના છૂટકે આંદોલન કરવું પડશે તેમ જણાવ્યુ હતું.
