પરિણીત યુવતીને અમાનવીય રીતે ઢોરમાર મારતા શરીરના ભાગે જામઠા

Featured Video Play Icon
Spread the love

પરિણીત યુવતીને અમાનવીય રીતે ઢોરમાર મારતા શરીરના ભાગે જામઠા
લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી
વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવી

પરિણીત યુવતીને અમાનવીય રીતે ઢોરમાર મારતા શરીરના ભાગે જામઠા પાડી દેતા લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવી

મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી જુના પોલીસ સ્ટેશન સામે વિસ્તારમાં રહેતી યુવતી સાહિસતાબેનને આઠ વર્ષ પહેલા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે પરણાવેલ હતા ત્યારે છેલ્લા છ થી સાત વર્ષથી માનસિક રીતે ટોચર કરી અવારનવાર પતિ ઇલીયાસ કારવા દ્વારા માર મારવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ વધુ માર મારતા સાહિસતાબેન પોતાના નાના ભાઈને ફોન કરવામાં આવ્યો હતો ત્યારે પોતાનો નાનો ભાઈ અયાન સુરેન્દ્રનગર જઈને પોતાની બહેનને લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે સાહિસતાબેનના માતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા છ થી સાત વર્ષથી અમારી દીકરીને અમાનવીય રીતે માર મારવામાં આવે છે જ્યારે જ્યારે જુગાર રમી જુગારમાં પૈસા હારી જતા જુગારની ખૂનશને લઈને માર મારવામાં આવે છે જેમાં સાહિસતાબેન સાસુ સસરા આ માર મારવામાં પૂરતો સપોર્ટ કરે છે અને આજરોજ લાકડી તેમજ માથાના ભાગે પાટાટીકા મારી ગંભીર રીતે બીજા ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા છે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ફરજ પરના તબીબે સીટી સ્કેન કરવા માટે અન્ય હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા

આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી નોંધવા પામી હતી યુવતી અને તેના માતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમોને આ બાબતનો ન્યાય મળે આ દીકરી બાપ વગરની છે એવું જણાવ્યું હતું તેમજ વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હજુ તેનો પતિ એવું કહી રહ્યો છે કે હું લીમડી આવી ને પણ તમને બધાને માર મારવાનો છું એવું યુવતી ની માતા નુરબાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *