સુરત એસઓજીની પોલીસ ને મળી સફળતા
ઓનલાઈન પર્ફ્યૂમના વેપારની આડમાં પોર્ન વીડિયોનું વેચાણ
પોર્ન વીડિયો બેચી ઓનલાઇન પેમેન્ટ્સ વસુલતા 8ની ધરપકડ
સુરતની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયો વેચાણ કરી બનાવટી બેંક એકાઉન્ટમાં પૈસા મેળવતી ગેંગને ઝડીપ પાડી સમગ્ર કૌભાંડના પર્દાફાશ કર્યા છે.
સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર નાઓ દ્વારા સુરતમાં ચાલતી ગેરકાનુની અનૈતિક પ્રવૃત્તિઓને વહેલી તકે પકડી પાડી વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સુચના અપાઈ હોય જેને લઈ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ રાઘવવેન્દ્ર વત્સ તથા એસઓજીના નાયબ પોલીસ કમિશનર ના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાનુની અનૈતિક પ્રવૃત્તિઓ લગત ગુનાઓ શોધી કાઢવા એસઓજીના પી.આઈ. એ.એસ. સોનારાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સંજય પાતાભાઈને મળેલી બાતમીના આદારે અડાજણ પ્રથમ સર્કલ પાસે આવેલ બોલાવાર્ડ કોમ્પલેક્ષમાં ચોથા માળે આવેલી જસ્ટ વીઝીનરી એન્ટરટેનમેન્ટ ખાતે રેડ કરી ઓફિસમાંથી ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયો અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચાણથી આપી વેપલો કરી બનાવટી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી મસમોટી રકમ મેળવતી ગેંગના આરોપીઓ ઈરફાન અંસારી, વિનેશ પટેલ, પુંજ પટેલ, મયુર પરમાર, જૈમીન ડોબરીયા, શ્વેતુલ ડોબરીયા, હર્ષ પટેલ અને મિલન ગોંડલીયાને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી 46 મોબાઈલ ફોન, 7 લેપટોપ, રોકડા રૂપિયા, ચેક બુક, ડેબીટ કાર્ડ સહિત 11 લાખ 90 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.