સુરતમાં રોજેરોજ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે
રસ્તા પર પાર્ક વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ મેમો થી દંડ ફટકાર્યો
લોકોને રસ્તા પર ગાડીઓ ન રાખવા કડક ચેતવણી અપાઈ
સુરતમાં રોજેરોજ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં વકરતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા જાહેર રસ્તા પર પાર્ક તમામ વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ મેમો થી દંડ ફટકાર્યો હતો અને લોકોને રસ્તા પર ગાડીઓ ન રાખવા કડક ચેતવણી પણ આપી હતી.
સુરતમાં વકરતી વસ્તી વચ્ચે ટ્રાફિકની સમસ્યા પણ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે ટ્રાફિકની સમસ્યામાં જાહેર રોડ પર વાહનો પાર્ક કરનારાઓ સૌથી મોટો ન્યુસન્સ એટલે કે સમસ્યા ઉભી કરતા હોય છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિરથી પીયૂષ પોઈન્ટ, પત્રકાર કોલોની, તેરે નામ ચોકડી, કૈલાશ ચોકડી ખાતે ટ્રાફિક પોલીસના ઝોન થ્રીના પોલીસ અધિકારીઓએ રસ્તા પર પાર્ક કરેલા તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ઈ-મેમો જારી કર્યા હતાં. સાથે રસ્તા પર ગાડીઓ પાર્ક કરનારા લોકોને કડક ચેતવણી આપવામાં આવી કે જો ખોટી જગ્યાએ ગાડીઓ જોવા મળશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.