જહાંગીરપુરામાં ફોરેન કરન્સીના બહાને ₹18 લાખથી વધુની લૂંટ

Featured Video Play Icon
Spread the love

જહાંગીરપુરામાં ફોરેન કરન્સીના બહાને ₹18 લાખથી વધુની લૂંટ
અમેરિકન ડોલર સસ્તા આપવાની લાલચે વેપારીને બોલાવ્યો
કારમાં બેસાડી રોકડ અને કરન્સી લૂંટી ફરાર
ફોરેન કરન્સી એક્સચેન્જના વેપારી બન્યા શિકાર
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરતમાં લુંટના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો હોય તેમ જહાંગીરપુરામાં ફોરેન કરન્સીના બહાને વેપારી સાથે 18 લાખથી વધુની લૂંટ કરાઈ હતી. લુંટારૂઓએ અમેરિકન ડોલર સસ્તા આપવાની લાલચે ફોરેન કરન્સી એક્સચેન્જના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનને બોલાવી કારમાં બેસાડી લૂંટી લીધો હોવાનુ સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સનસનીખેજ લૂંટની ઘટના બની હતી. જેમાં ફોરેન કરન્સી સસ્તા ભાવે આપવાની લાલચ આપી રાંદેરના વેપારી સાથે 18 લાખ 65 હજાર રૂપિયાથી વધુની લૂંટ ચલાવવામાં આવી હતી. વાત એમ છે કે  રાંદેર સુથારવાડ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય અબ્દુલ રહેમાન હાસીયા ઘોડદોડ રોડ પર ફોરેન કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરે છે. અને 15 મેના રોજ તેમને વોટ્સએપ પર 7 હજાર અમેરિકન ડોલર એક્સચેન્જ કરાવવાનો મેસેજ આવ્યો હતો. બાદમાં ઠગોએ તેમને લક્ષ્મી નોવા રેસિડન્સી પાસે બોલાવ્યા અને લાલ રંગની આઈ 20 કારમાં બેસાડ્યા હતાં. ત્યારે વેપારી પાસે રહેલી બેગમાં 13 લાખ રૂપિયા રોકડા ઉપરાંત બ્રિટિશ પાઉન્ડ, યુરો, પૈસો અને રીંગીટ જેવી વિદેશી કરન્સી હતી. કારમાં બેઠા બાદ આરોપીઓએ બેગ કબજે કરી હજીરા-સાયણ હાઈવે તરફ કાર દોડાવી દીધી અને મલગામ ગામ નજીક અવાવરૂ રસ્તા પર વેપારીને ઉતારી ફરાર થઈ ગયા હતાં. લૂંટાયેલી રકમમાં 13 લાખ રોકડા સહિત કુલ 18 લાખ 65 હજારથી વધુની મત્તા હોવાનું સામે આવ્યું છે. હાલ તો વેપારીએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *