પીએમ મોદીના 75માં જન્મદિવસ નિમિતે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ.
અમદાવાદના નમો સ્ટેડિયમમાં 1 લાખ લોકો કરશે બ્લડ ડોનેશન.
પીએમ નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે અને દેશભરમાં આ દિવસ સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય પણ ઉપસ્થિત રહ્યા અને રકતદાન કર્યું હતું.
અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના માર્ગદર્શન હેઠળ તેરાપંથ યુવક પરિષદ, અમદાવાદ દ્વારા મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ અંતર્ગત રક્તદાન અમૃત મહોત્સવ 2.0 યોજયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75 માં જન્મ દિવસની ઉજવણીને લઈ 75 દેશોમાં આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. અમદાવાદમાં એક માત્ર સેન્ટર વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. અમદાવાદના નમો સ્ટેડિયમમાં 1 લાખ લોકો કરશે બ્લડ ડોનેશન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય ઉપસ્થિત રહ્યા. બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બ્લડ ડોનેશનથી લોકોને નવી જિંદગી મળે છે. પ્રધાનમંત્રીના 75માં જન્મ દિવસની ઉજવણીને લઈ 75 દેશોમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે. અગાઉ બ્લડ ડોનેશનનો રેકોર્ડ નોંધાયેલો છે એ વખતે વધુને વધુ લોકો મતદાન કરે તે જરૂરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
