વિદ્યાકુલ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં ઐતિહાસિક પરિણામ

Featured Video Play Icon
Spread the love

વિદ્યાકુલ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં ઐતિહાસિક પરિણામ
ઐતિહાસિક જીતની ઉજવણી માટે સુરતમાં ભવ્ય ‘વિક્ટરી પરેડ’નું આયોજન

ગુજરાતમાં ઓનલાઇન એજ્યુકેશન ક્ષેત્રે ક્રાંતિ લાવનાર પ્લેટફોર્મ ‘વિદ્યાકુલ’ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10 અને 12 ના પરિણામોમાં પ્રચંડ સફળતા હાંસલ કરવામાં આવી છે.

ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાના સંકલ્પ સાથે કામ કરતી વિદ્યાકુલ સંસ્થાના હજારો વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ ઐતિહાસિક પરિણામની ઉજવણી માટે સુરત ખાતે એક ભવ્ય સેલિબ્રેશન અને ‘વિક્ટરી પરેડ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિણામનો સાચો શ્રેય વિદ્યાર્થીઓની અથાક મહેનત અને ધગશને જાય છે. વિદ્યાકુલના માધ્યમથી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે સાચી દિશા અને સમર્પણ હોય તો ધાર્યું પરિણામ મેળવી શકાય છે. 4,000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ *A1 ગ્રેડ* અને 13,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ *A2 ગ્રેડ* પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ધોરણ 12 (કોમર્સ):* 700 કરતાં વધારે વિદ્યાર્થીઓએ *A1 ગ્રેડ* અને 3,000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ *A2 ગ્રેડ* મેળવીને સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે.

વિદ્યાકુલ ગુજરાતમાં ઓનલાઇન એજ્યુકેશન થકી શિક્ષણ આપી રહ્યું છે. આ પરિણામ માત્ર એક સંસ્થાનું નહીં, પરંતુ સમગ્ર ‘ઓનલાઇન એજ્યુકેશન’ મોડલની જીત છે. આ પ્રચંડ પરિણામે એ સાબિત કર્યું છે કે ડિજિટલ માધ્યમથી પણ શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકાય છે. આવનારા સમયમાં આ પરિણામ ગુજરાતના અન્ય લાખો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એજ્યુકેશન તરફ વળવા માટે એક મજબૂત પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *