સુરતની લસકાણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસે 4 લાખ 50 હજારની મત્તા કબ્જે કરી
ડ્રાઈવર ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરાયો
સુરતમાં બુટલેગરો દારૂબદીના ધજાગરા ઉડાડી રહ્યા હોય ત્યારે લસકાણા પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી હતી.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી દારૂનીબદી બેફામ થઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે લસકાણા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. લસકાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. જેમાં લસકાણા પોલીસે 676 દારૂની બોટલો અને કાર મળી 4 લાખ 50 હજારની મત્તા કબ્જે કરી હતી. જ્યારે ડ્રાઈવર ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.