સારોલી પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢયો
પોલીસે ચોરને ઝડપી પાડી ચોરીની બાઈક કબ્જે લીધી
પોલીસે ડોલામણી સુખા સબરને ઝડપી પાડ્યો
સારોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વાહન ચોરીના નોંધાયેલા ગુનાનોભેદ ઉકેલી કાઢી રીઢા ચોરને ઝડપી પાડી ચોરીની બાઈક કબ્જે લીધી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝન દ્વારા મોબાઈલ સ્નેચીંગ અને વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અપાયેલી સુચનાને લઈ સારોલી પોલીસ મથકના પી.આઈ. એસ.આર. વેકરીયા તથા પી.એસ.આઈ. એસ.આર. રાણાની ટીમના વુમન એ.એસ.આઈ. મિતલબેન પંકજકુમાર તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અરવિંદ લાલજીભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવિકકુમાર જગદીશભાઈએ બાતમીના આધારે રીઢા વાહન ચોર સણીયા હેમાદ ગામ ખાતે રહેતા ડોલામણી સુખા સબરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી સારોલી અને લસકાણા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી હિરો હોન્ડા કંપનીની બે સ્પ્લેન્ડર મોટર સાઈકલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.