સુરતમાં એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ મામલો
ફાયરિંગ કરી લૂંટ કરનારો આરોપી હરિયાણાથી ઝડપાયો
પોલીસે આરોપી સચીન ધરમપાલ જાંગડાને ઝડપી પાડ્યો
પુણા પોલીસ મથકની હદમાં એમ્બ્રોઈડરીના ખાતામાં ઘુસી ફાયરિંગ કરી કારીગરોને બાનમાં લઈ લુંટ ચલાવી ભાગી છુટેલા એક આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરિયાણાના ગુડગાંવ ખાતેથી ઝડપી પાડ્યો છે.
સુરતના પુણા પોલીસ મથકની હદમાં ગત 5 જુનના રોજ ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીઝના એમ્બ્રોઈડરી ખાતામાં ઘુસી દોઢ વર્ષ પહેલા કામ કરતો કારીગર દિલીપસિંહ સહિત બેએ અન્ય કારીગરોને પિસ્તોલ બતાવી હવામાં ફાયરિંગ કર્યા બાદ તમામ કારીગરોને ધમકાવી તેઓને બાનમાં લઈ મોબાઈલ ફોન અને રોકડની લુંટ કરી હતી. આ મામલે પુણા પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવીમાં ફાયરિંગની ઘટના કેદ થઈ હતી તો લુંટારૂ પુર્વ કારીગર દિલીપસિંહ સહિત બે હોય તેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. લુંટારૂઓને ઝડપી પાડવા મથી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરિયાણાના ગુડગાવ સેક્ટર ફાઈવ પોલીસ મથક વિસ્તારમાં આવેલ રામ લીલા મેદાને ખાતેથી એક આરોપી સચીન ધરમપાલ જાંગડાને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે દિલીપસિંહ ઉર્ફે દિપક અર્જુનસિંહ સાથે તેની ફેસબુક પર મિત્રતા થઈ હોય અને તેઓ વોટ્સએપ કોલીંગથી વાતચીત પણ કરતા હોય દિલિપસિંહે તેને સુરત બોલાવ્યો હતો અને જયપુરથી ટ્રેનમાં બેસી તે 5 જુનના રોજ સુરત આવ્યા બાદ સવારે દિલિપસિંગ જ્યાં સીલાઈ મશીન પર કામ કરતો હતો અને રહેતો હતો ત્યાં જઈ કહ્યુ હતુ કે જ્યાં કામ કરતો હતો ત્યાં કારીગરો સાથે મારે ઝઘડો થતો હોવાથી શેઠે મને નોકરી પરથી કાઢી મુક્યો છે જેથી ત્યાં જઈ પિસ્ટોલ થી કારીગરોને ધમકાવી હવામાં ફાયરિંગ કર્યા બાદ તમામ કારીગરોને બાનમાં લઈ મોબાઈલ અને રોકડની લુંટ કરી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી તેનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.