સુરત સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
માંડવી પોલીસે મહારાષ્ટ્રના ઉલ્લાસનગરથી આરોપીને પકડી
સગીરાને પરિવાર સાથે મિલન કરાવ્યું
સુરત જિલ્લની માંડવી પોલીસે સગીરાનુ અપહરણ કરી ભાગી છૂટેલ આરોપી ને મહારાષ્ટ્ર ખાતે થી ઝડપી પાડ્યો
માંડવીમાં એક આરોપી સગીરાનુ અપહરણ કરી મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. જે અંગે માંડવી પોલીસ તંત્રમાં ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતા ધ્યાને લઈ માંડવી પીઆઈ ચૌહાણ એ અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં તડકેશ્વર ઓ.પીના પી.એસ.આઇ ઠાકોર ની ટીમે મહારાષ્ટ્ર થી ઉલ્લાસ નગર ખાતે પહોંચી આરોપી ઈશ્વર ભીમરાવ ભીલ ને દબોચી લીધો છે અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢી તેનું પરિવાર સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરી છે…