પટેલ દેશમુખ દેશપાંડે મુસ્લિમ સોસાયટી ટ્રસ્ટ દ્વારા કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામ યોજાયો
સારું શૈક્ષણિક પ્રદર્શન કરનાર 60થી 70 બાળકોને ટ્ર્રોફી વિતરણ કરાઇ
મુસ્લિમ સમાજના બાળકો વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણ તે અંગે ઉન્નત પ્રયાસ
તા.16 નવેમ્બરના રોજ સમૂહલગ્ન માટેનું પણ આયોજન
પટેલ દેશમુખ દેશપાંડે મુસ્લિમ સોસાયટી ટ્રસ્ટ દ્વારા તા.15 જૂનના રોજ કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના અનેક હોદ્દેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ અંતર્ગત પટેલ દેશમુખ દેશપાંડે મુસ્લિમ સમાજના બાળકો ધોરણ 10 અને 12માં સારું શૈક્ષણિક પ્રદર્શન કરે છે તેમણે ઈનામ આપીને તેમના ઉત્સાહને વધારવાનું અને તેમની શૈક્ષણિક યાત્રામાં સતત આગળ વધવા પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે 60 થી 70 બાળકોને ટ્ર્રોફી વિતરણ કરવામાં આવી હતી. તેમજ મુસ્લિમ સમાજના બાળકો વધુમાં વધુ શિક્ષણ મેળવી શકે અને આગળ વધે તે અંગે સતત સમાજ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારના કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. સમાજ દ્વારા પટેલ મુસ્લિમ સમાજ અને અન્ય સમાજ માટે મેડિકલની સુવિધા અને હોસ્પિટલના પણ કર્યોમાં સહાયતા પ્રદાન કરવામાં આવે છે. તેમજ ટ્રસ્ટ દ્વારા આગામી તા.16 નવેમ્બરના રોજ સમૂહલગ્ન માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.