સુરતમાં કરંટ લાગતા એક યુવકનું મોત
સચીનમાં પાણીપુરીની લારી ચલાવનાર યુવકનું મોત
સુરતમાં ચોમાસાની શરૂઆત પહેલા જ કરંટ લાગવાથી મોતની ઘટના સામે આવી છે. સચીનમાં પાણીપુરીની લારી ચલાવના યુવાનને જીઈબીના વિજપોલસમાંથી કરંટ લાગતા તેનુ મોત નિપજ્યુ હતું.
સુરતમાં ચોમાસુ હજુ શરૂ થાય તે પહેલા કરંટથી મોતની ઘટના સામે આવી ગઈ છે. વાત એમ છે કે સુરતના સચીન વિસ્તારમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા 21 વર્ષીય અભિષેક કુશ્વાહને કરંટ લાગ્યો હતો. અભિષેક વરસાદ પડતા છજાની દોરી વિજપોલ સાથે બાંધી રહ્યો હતો તે સમયે વીજપોલમાંથી કરંટ લાગતા તેનું મોત નિપજ્યુ હતુ તો અભિષેકના પરિવારમાં ત્રણ ભાઈ અને એક બહેન હતી અને તે પોતે જ પરિવારમાં કમાનાર હતો. અને પાણીપુરીની લારી ચલાવી તે પરિવારને મદદ કરતો હતો. હાલ તો 21 વર્ષિય અભિષેકનુ અચાનક કરંટ લાગતા મોત નિપજતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ છે.