વધતા તાપમાનને કારણે ચીકણી થઈ જાય છે ત્વચા? તો અજમાવો આ સરળ ઉપાયો
ઉનાળાની ઋતુમાં તીવ્ર સૂર્યપ્રકાશ અને વધતા તાપમાનને કારણે ત્વચાની ઘણી સમસ્યાઓ થાય છે. ઘણી વખત, ત્વચા પર ચીકણાપણું હોવાને કારણે, તમારી ત્વચા ડલ બનવા લાગે છે. આવી સ્થિતિમાં, ત્વચાના પોર્સમાં પરસેવાની ગંદકી જમા થવા લાગે છે. આનાથી ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓનું જોખમ વધે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઉપાયો અજમાવી શકો છો.
જ્યારે પણ ગરમી વધે છે, ત્યારે ઘણા લોકો ઘણીવાર ટોનરનો ઉપયોગ કરે છે. આનાથી ત્વચા થોડા સમય માટે ફ્રેશ દેખાય છે. પરંતુ તમારે તમારા ચહેરાને ઠંડા પાણીથી 2થી 3 વાર ધોવો જોઈએ. આ માટે એક બાઉલમાં ઠંડુ પાણી લો. તેમાં થોડું ગુલાબજળ ઉમેરો. આ પાણીમાં તમારો ચહેરો ડુબાડીને તેને થોડા સમય બાદ કાઢી લો. 5 મિનિટ સુધી આ પ્રોસેસ કરો. પછી રૂમાલથી ચહેરો સાફ કરો. આનાથી તમારી ત્વચા સ્વસ્થ દેખાશે.
ફેસ માસ્ક શીટનો ઉપયોગ કરો જો તમારી ત્વચા પરસેવાને કારણે ચીકણી લાગે છે, તો તમારે ફેસ માસ્ક શીટનો ઉપયોગ કરવો જોઈએ. ફેસ માસ્ક શીટ માટે, બજારમાંથી શીટ ખરીદી લો. હવે આ શીટ તેને કાકડીના રસમાં બોળીને ચહેરા પર લગાવો. આ પછી તેને 15 મિનિટ માટે રહેવા દો. પછી તેને ચહેરા પરથી દૂર કરો અને મસાજ કરો. આ પછી, ચહેરો સાફ કરો. આનાથી તમારી ત્વચા ફ્રેશ દેખાશે.